ચિત્રોને જોયાં,
તેનાં ચિત્રકારને જોયાં,
છે કારીગરી તેનાં હાથોમાં,
પુસ્કોને જોયાં,
તેનાં વાંચનારને જોયાં,
છે કારીગરી તેનાં હૃદયમાં,
કલમને જોઈ,
તેનાં લખનારને જોયાં,
છે કારીગરી તેનાં મનમાં,
અદભૂત જગતને જોયું,
તેનાં સર્જનકારને જોયાં,
છે કારીગરી તે કુદરતમાં..
મનોજ નાવડીયા