Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને અભણ ના કહો એ નિરક્ષર છે.
માન સન્માનથી વદો એ નિરક્ષર છે.

શાળાએ નથી ગયા તેથી શું થઈ ગયું?
જિંદગીના પાઠ શીખવે શું એ નિરક્ષર છે?

અનુભવનો ટોપલો માથે લઈને ફરે છે,
વગર શીખ્યે ભણાવે શું એ નિરક્ષર છે?

વાંચી લખી ના શકે એટલી જ ખામી,
હૈયાઉકલત હોય ઝાઝી શું એ નિરક્ષર છે?

અનુભવ એરણે તપીને કાંચન થયા છે,
જીવવાની રીત એ આચરે શું એ નિરક્ષર છે?

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111769727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now