રમત જિંદગીની રમવા જેવી ખરી.
મનચાહ્યું મળતાં ગમવા જેવી ખરી.
આવતાં ઢાળ ગતિ પ્રવેગિત થનારી,
સુખદ અનુભવે વાગોળવા જેવી ખરી.
કટુ અનુભવો જાણે કે વિષપાન સમા,
એવી ગઈ ગુજરીને ભૂલવા જેવી ખરી.
ધાર્યું થાય કે ન પણ થાય સમય સંગે,
કરી બળાપો વરાળ કાઢવા જેવી ખરી.
ચાર દિનની ચાંદની જેવી એની અદા,
અપમાન પ્રસંગે ઘૂંટ ગળવા જેવી ખરી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.