હાથ કોઈને મદદ કરવા લંબાય તો ઠીક.
માનવ છીએ એટલું જો સમજાય તો ઠીક.
અન્ન, વસ્ત્રને આવાસ તો સંતોષાવાના છે,
એથી ઉપર ઊઠી જીવન જીવાય તો ઠીક.
કેટલાય કટુ વચનો અંતરમાં સંઘરી રાખ્યાં,
કોઈના ઉપકારોને કદી યાદ કરાય તો ઠીક.
જેવા સાથે તેવા એ તો રહી દુનિયાદારીને,
અપકાર પર ઉપકાર જો કરી શકાય તો ઠીક.
દિલ દરિયા જેવું રાખીએ જેમાં હરિ સમાય,
દીનદુઃખીમાં હરિદર્શન સહજ.થાય તો ઠીક.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.