વિશ્વના મહાન પિયાનો વાદક મોઝાર્ટને એક યુવાને પૂછ્યું, " હું મ્યુઝિક કમ્પોઝ કરવા ઈચ્છું છું તો મારે શું કરવું?"
મોઝાર્ટે યુવાનનું નિરીક્ષણ કરીને કહ્યું, "મ્યુઝિક કમ્પોઝિશન માટે તમારી ઉંમર હજી નાની ગણાય"
ત્યારે પેલા યુવાને કીધું, "તમે તો 6 વર્ષની વયે મ્યુઝિક કમ્પોઝ કરતા હતા ને!"
મોઝાર્ટે કહ્યું, "યુવાન, હું કોઈને પૂછવા નહોતો ગયો".