મને સદાય સર્વોપરી લાગે હરિવર નામ તારું.
જેનાં સ્મરણે ભાવના જાગે હરિવર નામ તારું.
શરણાગતનો સાચો રક્ષણહાર છો કહાનજી,
જીવ હંમેશાં શરણને માગે હરિવર નામ તારું.
ન મળે દિલાવર દયાનિધિ દાતાર દ્વારકાધીશ,
ન કોઈ હારોહાર તવ આગે હરિવર નામ તારું.
નામીથી નામ અધિક સાબિત થનારું સર્વેશ્વર,
નવનીતથી હૈયું કોમળ લાગે હરિવર નામ તારું.
કૈંક તર્યાને કૈંક તરશે નામપ્રતાપે નારાયણ પ્રભુ,
રીઝનાર તું અંતર અનુરાગે હરિવર નામ તારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.