Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેડફ્યો સમય જેટલો એટલી અવધી લાંબી લાગશે,
નાના ઘા પણ મોટા મોટા લાગશે..!

સમય ની એહમિયત અત્યારે ભલે ન હોય,
પછતાવામાં એક એક સેકન્ડ ની વેલ્યુ લાગશે,
વેડફયો સમય જેટલો એટલી અવધી લાંબી લાગશે..!

પ્રેમ લાગણી માં, અટવાયેલા ભલે રહ્યા હો તમે,
પણ ટાણે કટાણે, ખુણે ખાચકે, કાઢેલા દીવસ ની અસર લાગશે,
વેડફ્યો સમય જેટલો એટલી અવધી લાંબી લાગશે..!

યારી દોસ્તી પર અત્યારે સમય મેહરબાન લાગશે,
સમય જતા યારી દોસ્તી પર ભારે લાગશે,
વેડફ્યો સમય જેટલો એટલી અવધી લાંબી લાગશે..!

આ દુનિયા માં સમય નું કદ મોટું લાગશે,
સમય ની સામે માણસ નું કદ "સ્વયમભુ"નાનું લાગશે,
વેડફ્યો સમય જેટલો એટલી અવધી લાંબી લાગશે..!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111768777
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now