હોઠથી હૈયા લગી રહે સ્મરણ તારું.
જીવનથી મૃત્યુ લગી રહે શરણ તારું.
ઓળખાઉં હરિવર તારા નામ થકી હું,
શું બગાડી શકે માયા આવરણ તારું ?
ઉરમાં વસી કરી કરૂણા અદભુત હરિ,
કલિકાળ હરાવવા છે નામસ્મરણ તારું.
રોમેરોમ થાય પુલકિત ગુણકીર્તને તારા,
વિષયો થકી જાણે મનનું છે તારણ તારું.
સત્ય સંગાથે તારું સામીપ્ય સહજ થતું,
તારી યાદે ગમતું ભવરોગ નિવારણ તારું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.