ચાલ એક સફર તને ખેડી આપું,
રેતાળ પથ્થરોથી માંડી તને સમુદ્રતટ આપું..!
ભીની ભીની રેતીમાં તને સુંગધ અનમોલ આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
વિભિન્ન વિભિન્ન માટીના, તને અનેક પ્રકાર આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
મહેકતી માટીના વાસણોમાં,બનતા ભોજનની તને ભેટ આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
ઊંચા ઊંચા પહાડોની તળેટીમાં વસેલું તને નગર આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
ગાઢ જંગલમાં ઝરણાઓ નો તને સમુહ આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
પંખીઓના મધુર ટહુકાઓ નો તને કલરવ આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
ઊગતા આથમતા સુરજ ની એક સફર આપું,
"સ્વયમભુ"તને ચાંદની રાત ના દર્શન આપું,
ચાલ એક સફર તને ખેડી આપું..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ