આ ઊમર તો આવી આવી પહોંચી
આ ઊમર તો આવી આવી પહોંચી
કેટલા કામો કરવા બાકી છે
આ વાળ થયા સૌ ચાંદીના
મનને સોનાનું કરવું બાકી છે.....૧
જરા મહેકી લઉ હું પૃથ્વીથી
થોડા તારા ગણવા બાકી છે,
આ વૃક્ષોને પાણી દઇ દઉ,
પેલા પંખીને ચણ બાકી છે..... ૨
ગીતો મસ્તીના ખૂબ ગાયા
થોડી પ્રર્થમ્ઓ હજી બાકી છે,
મારા સૌને મેં ખૂબ ચાહ્યા
ખુદને ચાહવાનું બાકી છે.....૩
બસ બહુ જાણ્યા મે સહુને
ખુદને ઓળખવાનું બાકી છે.
કહે છે ખાલી હાથે જવાનું છે,
બસ હવે ખાલી થવાનું બાકી છે.....૪
વ્યવહારમાં ઘણું રહ્યા હવે
નિશ્ચય તરફ જવાનું બાકી છે.......
મારું...મારું... ઘણું કર્યું હવે
તરવાનું બાકી છે......૫
બીજા વિશે ઘણું જાણ્યું હવે,
પોતાના આત્મા વિશે જાણવાનું બાકી છે.
પરત્વે તરફથી સ્વ તરફ જવાનું બાકી છે.
આત્માને જ પરમાત્મા માનવાનું બાકી છે.....૬
અજ્ઞાત