ધીરેધીરે પંથ સઘળો કપાઈ જશે.
ધીરેધીરે રસ્તો આસાન થઈ જશે.
છે તમસ માર્ગમાં પથરાયું તેથી શું?
ધીરેધીરે પ્રકાશપુંજ પથરાઈ જશે.
અંતરાયો પથિકને ક્યાંક મૂંઝાવશે,
ધીરેધીરે હમરાહી સંગાથ મળી જશે.
દૂર છે, દુર્ગમ છે તોય મંઝિલ આવશે,
ધીરેધીરે માટીપગાઓ ઓળખાઈ જશે.
સંકટ જ આપશે સ્વયં ઉકેલ એનોને,
ધીરેધીરે સફળતા ખુદ પરખાઈ જશે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.