કોણ થશે સાચો દોસ્ત મારો.
મારે દોસ્તની અને દોસ્તીની જરુર છે.
જ્ઞાતિ બાધ નથી
પરંતુ જ્ઞાની જોઈએ છે.
થોડો મજાકીયો, વાતોડિયો જોઈએ છે.
થોડો રિસાળવો,
થોડો વરણાગી જોઈએ છે.
આમાં લીંગભેદ નથી,
નથી કાળો કે ગોરાનો વિરોધ.
બની શકે તો એ મનાવે કાં હું એને મનાવું તેવો દોસ્ત જોઈએ છે.નથી આપવી ગિફ્ટ કે નથી જવું પરદેશ.
બની શકે તો સ્થાનિક જોઈએ છે.જે ગમે ત્યારે મળી શકે!
મારે તો એક દોસ્ત જોઈએ છે.
- वात्त्सल्य