"જિંદગી ખૂબસૂરત"
જિંદગી ખૂબસૂરત આપી છે જેમણે,
તેના શુક્રિયા અદા કર.
વાતવાતમાં રોદણાં રડી ને
હરરોજ ફરિયાદ ન કર,
હોય માર્ગ કઠિન તેથી
શું થયું ? ધીરજ ધર,
જિંદગી ખૂબસૂરત આપી છે જેમણે,
તેના શુક્રિયા અદા કર.
ઈશ્વરે આપેલી આ અમૂલ ભેંટ છે,
એનો સ્વીકાર કર, સત્કાર કર,
સુખ ને પોતાના અન્ય સાથે,
તોલમોલ કર, મનને વ્યગ્ર ન કર,
જિંદગી ખૂબસૂરત આપી છે જેમણે,
તેના શુક્રિયા અદા કર.
મનસુબા મજબૂત કર.
તું અપના કરમ કર ,ધરમ કર,
ફ્ળ આપમેળે મળશે, ભરોસો કર,
મળે જો અસફળતા તોપણ,
કોશિષ વારંવાર,અવિરત કર.
જિંદગી ખૂબસૂરત આપી છે જેમણે,
તેના શુક્રિયા અદા કર.
સહી રાહ પર, લક્ષ્ય વેધ પર,
કર્મની વેદી પર, શ્રમની પગદંડી
પર પ્રયાણ કર, પ્રયાસ કર,
ધ્યાન ધર, જગદીશ નું"ગીતા"
ગીતા ના વચન પર અને આત્મ
વિશ્વાસમાં , વિશ્વાસ કર.
✍️...© drdhbhatt...