સારું લાગે
કોઈ નાનકડી સ્મિત આપી જાય તો સારું લાગે
તરસી રહેલ ધરતી રૂપી હૃદય પર વરસાદ રૂપી પ્રેમનું એક ઝાપટું આપી જાય તો સારું લાગે
કોયલ કરતા પણ મધુર અવાજ એમનો કાને પડી જાય તો સારું લાગે
હૃદય ના ધબકારા વધી જાય એમના આવવાથી તો સારું લાગે
દિવસ ની શરૂઆત થઈ જાય હસતો ચેહરો એમનો જોઈને તો સારું લાગે
સૂકા વૈભવ ના જંગલ માં લાગણી નું લીલુંછમ પાંદડું મળી જાય તો સારું લાગે
-Nirav Chauhan