ઊનાંઊનાં અશ્રુઓ સારે મંદિરનાં પગથિયાં ચડતાં.
થાય છે એનું હૃદય ભારે મંદિરનાં પગથિયાં ચડતાં.
સરી પડે છે એકાએક એ પોતાના અતીતની યાદમાં,
વર્તનો દીકરાનાં એ વિચારે મંદિરનાં પગથિયાં ચડતાં.
ઊભા છે એ વૃદ્ધ અવસ્થાના આરે પીડા સહીસહી,
સ્વમાનભંગના વેણ ઉચ્ચારે મંદિરનાં પગથિયાં ચડતાં.
જેને પોતે દુઃખ વેઠી ભણાવ્યા એ એને ભણાવે છે,
હવે તો એક હરિ તારે સહારે મંદિરનાં પગથિયાં ચડતાં.
ગુમાવ્યા જીવનસાથી ત્યારથી બેઠી છે દશા માઠી,
એકાંકી જીવનને કાં તું વધારે? મંદિરનાં પગથિયાં ચડતાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.