મુસીબતનો પર્યાય બનીને આવ્યું માવઠું.
નથી જેનો ઉપાય બનીને આવ્યું માવઠું.
શિયાળામાં ઉનાળો દીધો જાણે ભૂલાવી,
ચોમાસાંની સહાય બનીને આવ્યું માવઠું.
અગણમતાં અતિથી સમું આગમન એનું,
શિયાળાને કૈં કૈં થાય બનીને આવ્યું માવઠું.
ખાતર માથે દીવા જેવું આફતનું પોટલું એ,
કિસાનો ગયા અકળાઈ બનીને આવ્યું માવઠું.
થયાં હસ્તધૂનન શિયાળાને ચોમાસાંના પછી,
થઈ ગ્રીષ્મને અદેખાઈ બનીને આવ્યું માવઠું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.