*શું સાલી સિઝન છે…*
🧐😢😳🤔
ઘરમાં સ્વેટર પહેરવું પડે છે અને બહાર નીકળો તો રેઇનકોટ !
ઘરમાં શાલ ઓઢવી પડે છે અને બહાર નીકળો તો છત્રી !
ઘરમાં મોજાં ના પહેરો તો પગ ઠરી જાય છે અને બહાર મોજા પહેરીને નીકળો તો સાલાં, પલળી જાય છે !
🤔😳🧐😢
કુદરતે નવી સ્કીમ કાઢી છે : *શિયાળાના એક મહિના ઉપર ચોમાસાના ચાર દહાડા ફ્રી !*
😀😂
સ્વર્ગમાં ઇન્દ્રદેવને ફોન કરીને પૂછ્યું કે ‘પ્રભુ ! આ બધું શું છે ?’
તો એ બોલ્યા, ‘ખાસ કંઈ નથી. આ તો ચોમાસાનું જે *રિટર્ન* ભર્યું હતું એમાંથી થોડું *રિ-ફંડ* આવ્યું છે !’
😀😂
આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતના *બુટલેગરોએ* મેઘરાજાનો ખાસ આભાર માન્યો છે !
😂😂🤪
*બ્રેકિંગ ન્યુઝ :* તિબેટના ઉન-બજાર વાળા વેપારીઓ હવે નવી ઓફર લાવશે…
*ત્રણ સ્વેટરની ખરીદી ઉપર એક છત્રી ફ્રી !*
😂😀🤪
જવા દો ને, આ ઠંડી એટલી વિચિત્ર છે કે હવામાન ખાતાની વેબસાઇટ ખોલીએ તો *મારો બેટો ફોન પણ ‘વાયબ્રેટ’ થાય છે !*
🧐😢😳🤔
ખુશીની વાત એટલી જ છે કે પેલો દક્ષિણ આફ્રિકાવાળો વાયરસ પણ હવે ઇન્ડિયામાં ઘૂસતાં પહેલાં સાત વાર વિચાર કરશે ! *ઊહૂહૂહૂહૂ…*
🙏😀
મન્નુ શેખચલ્લી