*મિત્રોની ટોળી* આમ *ઊંધિયા* જેવી હોય છે,
કોઈ *બટાકા* જેવા ભલા ને સ્વાદિષ્ટ,*બધામાં ભળે ને સ્વાદ વધારે.*
કોઈ *રીંગણ* જેવા, *કોઈને ભાવે ને કોઈને જરાય નહિ.*
તો કોઈ *પાપડી* જેવા, *સીઝનમાં જ મળે.*
કોઈ *કેળા* જેવા *મીઠા ,*
તો કોઈ *મેથી* જેવા *કડવા પણ ગુણકારી...*
કોઈ વળી *વાલ* જેવા *વાયડા ,*
તો કોઈ *સૂરણ ને રતાળુ* જેવા, *રોજ ના ખવાય,* પણ *ઉપવાસ માં ચાલે* ને *ઊંધિયા માં તો જોઈએ જ.*
કેટલાક *મરચાં* જેવા તમતમતા, *એકલા ભારે પડી* જાય પણ જો *સૌની સાથે* હોય તો *સ્વાદની મજા જ જુદી...*
*આપ સૌ ને શિયાળાની શુભેચ્છા...*
ઊંધિયું બનાવો અને જમવા બોલાવો...
☺☺☺☺