શુભ સવાર 🙏🙏🌹🌹
દરેક સ્ત્રીમાં એક મીરાં અને દરેક પુરુષમાં એક શ્યામ છુપાયેલો હોય જ છે...
જયારે સ્ત્રી એ પિતા ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે આદર્શ પુત્રી નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ ભાઈ ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે લાડકી બહેન નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ પતિને પ્રેમ કર્યો, ત્યારે સમાજે સંસ્કારી પત્ની નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ પુત્ર ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે વાત્સલ્ય છબી નું નામ આપ્યું...
અને જયારે સ્ત્રી એ માત્ર અને માત્ર પુરુષ ને પ્રેમ કર્યો, ત્યારે સમાજે સ્ત્રી ને ધુત્કારી...
પુરુષ માત્ર પિતા,ભાઈ,પતિ કે પુત્ર જ હોઈ શકે છે ?
"એક આદર્શ મિત્ર નહિ"...???
સમય અને અવકાશ ના કોઈ ગેબી વળાંક પર ઓચિંતા મળી ગયેલા
ડોસો-ડોસી ઘર માંડીને રહેવાનું નક્કી કરે અને એમના સંતાનો બંને ના નિર્ણયને ઉમળકે વધાવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે...
ભગવાને પાછલી ઉંમર નું નિર્માણ સડવા માટે નથી કર્યું...
ગંદા સમાજ ની સૌથી ખરાબ ઉક્તિ કઈ ???
"ઘરડી ઘોડી ને લાલ લગામ "
આપણે ક્યારે સુધારીશું ???
આખો ને આખો સમાજ ઘરડો છે, એમાં પાછલી ઉંમરે પાનખર ને બદલે વસંતચર્ય માણવું એ અપરાધ છે...
બધા આશ્રમોમાં બસ મોક્ષની કે નિર્વાણની જ વાતો !!!
મોક્ષ એ અંતિમ લક્ષ છે એની નાં નથી પણ જીવન છે ત્યાં સુધી આનંદ થી જીવવાનો દરેક ને હક છે...
આ રુગ્ણ સમાજ માં વૃદ્ધાવસ્થા નો સંબંધ પાંજરાપોળ સાથે છે...
પોસ્ટ લખવામાં કોઈ વિવેક ચૂક થઇ હોય તો માફ કરશો...
GOOD MORNiNG...
RADHE KRiSHNA..." અજ્ઞાત".