કંકુ છાપી કંકોતરી મોકલી
__________________
કંકુ છાટી ને લખી કંકોતરી , જેમા દીકરી
હેમાલી લખ્યુ તારૂ નામ ,
લાગણી ના વમળ મા બે આંસુ પડયા ,રેલાઇ ગયુ તારૂ નામ,
સાસરીયે જતી દીકરી ને કલાદાદી કહે તુ કરજે મારૂ એક કામ,
સાસરીયે જઇ ને હવે ફરી બનાવજે તારૂ નામ
,
હૈયા ની હાટડી મા મે મોતી પરોવ્યા ,આશીષ મા વહેતુ તારૂ નામ,
ભુસવુ હોય તો ભુસી શકે નહી,એ સાસરીયે કરશે તોરણ નુ કામ,
વર્ષૉ થી સાચવી ને હૃદય માં ભરી છે કસ્તુરી. કરશે એ ફોરમ નું કામ,
સાસરીયે જઇ ને મહેક ફેલાવજે,કરજે હરેક હદય બાગબાન,
હૈયા ના હેત થી મેં તુલસી છે વાવી, હવે સાસરીયુ છે તીરથ ધામ,
મુજ તુલસી નો હું પ્રસાદ્ ધરાવુ,મીઠા મધુર વહેશે એના ભાવ.
જયવંત બગડીયા /કવિરાજ