સમંદર સરિતાની શોધમાં ઊછળે નિરંતર.
નિહાળે દૂરસુદૂર તોયે એને ન મળે નિરંતર.
મથતો એના દર્શન કાજે સરિતાસાગર થવા
થૈ નિરાશને કરી ક્રોધ એ તો ગરજે નિરંતર.
ઉત્તંગ એનાં અંબર આંબતા ફરિયાદ કરવા
હે હરિ કદી કૈંક મારું પણ વિચારજે નિરંતર
વિયોગની વેદના જાણે કે ખારાશ વધારતી,
અશ્રુધારે જળરાશિમાં ક્ષાર ભળે નિરંતર.
ને એકદા ઊછળકૂદ કરતી આવી રહી સરિતા,
સાગર જેવો સાગર એમાં ઓગળે નિરંતર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.