આપણી ખુશીની પરિભાષા હવે સંકોચાતી જાય છે,
પહેલા તો નવા કપડા ખરીદવા અને પહેરવામાં ખુશી સમાઈ જતી હતી,
પહેલા ઘરની બહાર રમાતી રમતોમાં ખુશી સમાઈ જતી હતી,
પહેલા તો ઉનાળામાં અગાશીમાં સૂવાથી ખુશી સમાઈ જતી હતી,
અને હવે ખબર જ નથી આપણને કે ક્યાં ખુશી મળે છે,
શોધીએ તો છીએ એને,
પણ ક્યાંય મળતી નથી,
હવે આપણી ખુશી ૪ ઓરડાના મકાનમાં સમાઈ જાય છે,
કાં તો પછી કોઈ નવી મોંઘી દાટ ગાડીમાં ખુશી સમાઈ જાય છે,
હવે ખુશી કાં તો ક્યાંક ખોવાઈ ગઈ છે કે પછી આપણે એને ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ!
-Maitri Barbhaiya