આજનો શબ્દ *મૈત્રી દોસ્તી*
એક મન નો બીજા મનથી મિલન એટલે મૈત્રી.
નાના ભુલકાઓ ની પોતાના પ્રિય રમકડાંથી મૈત્રી.
બાળપણના લંગોટિયા બધું સાથેની દોસ્તી.
કે યુવા અવસ્થામાં થતી પ્રેમની મસ્તીની મૈત્રી.
વડીલોની વડલાના ઓટલા પર જામતી દોસ્તી.
સુખ દુઃખમાં સાથ આપે એવી સાચી દોસ્તી.
કહે નર જોઈ અંતિમ પળ રડતી આંખ એટલે દોસ્તી.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા