Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા ભક્તોની લ્યોને ભાળ હે પ્રભુ રામ.
ભલેને હોય જગતમાં કલિકાળ હે પ્રભુ રામ

એનાં અંતરમાં સદાકાળ છો તમે વસનારા,
એની કૈંક નમાવો હરિ તમે ડાળ હે પ્રભુ રામ

છો સર્વસ્વ એના માટે તમે; ના બીજા કોઈ,
એ તો છે તમારાં સંતાનો પ્રેમાળ હે પ્રભુ રામ.

સમર્પણ એનું છે તમારા કાજે પામવા પ્રભુ,
એનો વાંકો ના થાય કદીએ વાળ હે પ્રભુ રામ.

છે દયાનિધિ; ના વિચારો દોષો ભક્તજનના
દર્શન દ્યોને કરુણાકારી તત્કાળ હે પ્રભુ રામ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111765810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now