*વહેતું રહેશે આ વ્હેણ સમયનું , , ,*
*એ ક્યાં કદી રોકાય છે . . .*
*આજ તારો તો કાલ મારો હશે , , ,*
*સમય સૌનો બદલાય છે . . .*
*હોય છે ક્યારેક હસતો ચહેરો ને , , ,*
*ક્યારેક આંખ છલકાય છે . . .*
*ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું , , ,*
*ને તોયે ચુપ રહેવાય છે . . .*
*આવે કસોટીઓ જીંદગી ની જ્યારે , , ,*
*સંબંધો ત્યારે પરખાય છે . . .*
*મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં પણ , , ,*
*દિલમાં કો'ક જ સચવાય છે . . . !!*