Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હર ધબકારે રટે નામ તારું ઉર મારું.
શ્વાસ સરગમથી સહિયારું ઉર મારું.

સ્નેહસરિતા વહેતી નિરંતર શીતળને,
મનમંદિરે વિભુનો વાસ ધારું ઉર મારું.

ભાવના, લાગણી, દયા, કરુણાની મૂડી
જેના પર હું હરપળ વારું ઉર મારું.

રક્તસંગે પ્રભુપ્રેમ નસેનસમાં વહેનારો,
આસન હરિવરનું ત્યાં વિચારું ઉર મારું.

ઊભરાતું નયનથી અશ્રુ બનીને છલકે,
હૃદયદ્વારે અધિપત્ય હો તમારું ઉર મારું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111765582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now