શબ્દોના સહારે હરિ આવું હું તો.
અંતરથી ભાવને ઊભરાવું હું તો.
પ્રતિક્ષાની પરાકાષ્ડા અકળાવતી,
તારી કૃપાદ્રષ્ટિમાં કેટલો ફાવું હું તો.
તને આખ્ખે આખો પામવા ઝંખતો,
પ્રેમ પદારથ વાણીમાં લાવું હું તો.
એકરૂપ થવાની અદમ્ય ચાહ મારી,
હૈયેથી ભરપૂર હેત છલકાવું હું તો.
ના રહે કશુંએ પામવાનું તારા પછી,
આશ કે બસ તારા જેવો થાઉં હું તો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.