માવઠું
કાં મેહુલીયા તું અટાંણે આવ્યો,
સાવ આમ કેમ કટાંણે આવ્યો.
ગીતડાં તો કોઈ ગાશે નહીં તારાં,
ને મલક આખોય ફટાંણે આવ્યો.
તનેય કોઈ કહેવાવાળું નથી હવે,
રીત મૂકીને તું રબકથાણે આવ્યો.
આખો ખાતાં અમે અડધો ખાશું,
ખેડુતોનાય તું ભર્યે ભાણે આવ્યો.
ધણીનું ધણી કોઈ નથી મેહુલા,
ઉપરવટ થઈને તું પરાણે આવ્યો.