શબ્દથી સારું મુજને મળે ના મળે.
અર્થથી ન્યારું મુજને મળે ના મળે.
શબ્દ અર્થ બિંબને પ્રતિબિંબ સમા,
એમાંથી મારું મુજને મળે ના મળે.
શબ્દ અર્થની ઘટમાળ છે જટિલને,
હું સદાય ધારું મુજને મળે ના મળે.
નથી સવાયું કોઈ શબ્દ અર્થ કરતાં,
હરપળ વિચારું મુજને મળે ના મળે.
આખરે રહી મારે શોધ શ્રીહરિ તણી,
હરિથી હો પ્યારું મુજને મળે ના મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.