નજરો થી દુર છો મારી
દિલમાં તો તને અકબંધ રાખ્યો છે ,
અનાયાસે કોઈ આહટ થઈ જાય ,
મન મારુ તને ગોતવા ઝબકી જાય છે ,
કહે છે દિલ મને કદાચ એ આવી ગયા ,
પછી સમજાવું છું હું દિલ ને કે ,
આભાસ થાય છે તને મારી જેમ ,
આવવાની રાહ મા દિવસો વીતે છે,
યાદો ના સમુદ્ર માં દિલ રોજ ડૂબે છે ,
રોજ દિલ ને સમજાવું છું કે ,
એ તો ખાલી નજર થી દુર છે ,
મારા દિલ માં તો તું અકબંધ છું