ચાલો
ચાલો હળીમળી ફરી એક વાર જઈએ આપણે સંજાણ
જ્યાં પડ્યાં હતાં પગલાં પુણ્ય, આપના વહાલા વડવાઓના મહાન
અહીજ નૈર્યોસંગ અવ્વલે મેળવ્યું હતું જાદી રાણાનું માન સન્માન
અહીં સ્થાપિયા હતા એમને, આપણા પવિત્ર ઇરણશાહ મહાન
એકતા કેળવીયે, પોતાની જાતને સુધારીયે, વધારીએ કોમનું માન
વડવાઓની જેમ કરી મેહનત, વધારીએ આપણી આન બાન શાણ
એમણીજ જેમ, કરીયે રૂડા કાજ, આપી ગરીબો ને દાન
પણ સૌથી પહેલે વધારીએ આપરે આપણું ધર્મ જ્ઞાન
અને વધારીએ આપણા ધરમ માટે પ્યાર , સન્માન અને આપણું ઈમાન
Armin Dutia Motashaw