Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપનાના વાવેતર

મનમાં મનમાં શું ચાહે.?
મુક્ત મને ચાહી લે મને
લાગણી સ્વીકારીશ તારી
હવે તો તું કહી દે મને...

કંઈક કહેવા હોઠ ખુલ્યા
રહી ગયા સ્થિર કંપીને છે
મનની ગહેરાઈની વાત
હવે તો તું કહી દે મને...

સાંભળવા તરસી રહ્યું
આ હૈયું સદીઓ થી છે
પ્રેમના બે મીઠા બોલ
હવે તો તું કહી દે મને...

તોડ એ કંચુકીબંધ
મર્યાદાના હૈયા પર છે
વહેવા દે મુક્ત લાગણી
હવે તો તું કહી દે મને...

સપનાના વાવેતર અમે
પણ કર્યા જતનથી છે
કાશ સાચા પડે "બકુલ"
હવે તો તું કહી દે મને...

મનમાં મનમાં શું ચાહે
મુક્ત મને ચાહી લે મને
લાગણી સ્વીકારીશ તારી
હવે તો તું કહી દે મને...


-બકુલની કલમે.. ✍️
ગઝલ
15 Nov 2021
06.00

Gujarati Poem by Bakul : 111763852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now