કડવી સચ્ચાઈ
બસ ખાલી કહેવામાં, અને સાચેજ બનવામાં, બહુ મોટો અંતર હોય છે.
હું તારો ભાઈ, દીકરો, બાપ કહી તો દઈએ પણ જ્યારે સમય આવે, ત્યારે ભૂલી જઈએ છીએ
આં તે કેવા એકતરફા સંબંધ છે; તારી ખુશીમાં લઉં હું ભાગ પણ તારું દુઃખ એ તારું એકલાનું છે
પાર્ટીઓ, લગ્નનોમાં આવીશું, તારી સાથે મોજ મઝા કરીશું, પણ તારે ત્યાંની મોત માંદગીમાં રહીશું દૂર
કરીશું કદાચ એકાદ ફોને તને, પૂછી લઈશું ખેર ખબર અને પછી કહીશું કે છું હું મજબૂર
આં જ છે દુનિયાની, જગતની રીત; સુખમાં સૌ કોઈ આપે સાથ, દુઃખમાં સ્વજનો કમ
પણ ખુદાની મેહેર જો હોય, તો આવે ફરિશ્તાઓ માનવ રૂપે, દૂર કરવા તમારું દર્દ, તમારો ગમ
કદાચ ખુદા આં રીતે ઇન્સાનને પરાખવાનો મોકો આપે છે, આપણને બતાવે છે સત્ય શું છે.
માંદગી, મોત, ધંધામાં ખોટ જેવી પરિસ્થિઓ બતાવી દે છે ઇન્સાનને, જીવનનું સાચું તથ્ય શું છે
AF Dastur