એ બાળપણ આપણું ન્યારું હતું;
એ કેટલું પ્યારું પ્યારું હતું?
ના હતી કોઈ ચિંતા કે કોઈ ફિકર,
મન બસ મોજમાં રહેનારું હતું;
ન હતી કોઈ મોટર કે ગાડી કોઈ,
બસ કાગળની હોડી તારનારું હતું;
હતાં ખીસ્સા ખાલી ને દિલ હતુ ધનવાન,
એક બિસ્કિટના બે ભાગ પાડનારું હતું;
ક્યાં ખોવાયું એ બાળપણ શોધો "વ્યોમ"
જે બાળપણ તમારું ને અમારું હતું;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB) આદિપુર.