Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુંજાશ આપી દો.............
"ભૂલતાં ભૂલું નહીં !!!
એવી અમને યાદ આપી દો !!!
સર્જનહાર તમારા સર્જન ની !!!
એવી અમને સુવાસ આપી દો...

નિશ્વાસ સ્મરણ માં અમને !!!
ઘર કરી ગયો બહુ બહુ !!!
પરસ્પર અમર રહે !!!
એવી અમને પહેચાન આપી દો....

હિન્દુ રહ્યો કા મુસ્લીમ !!!!
અહીં અમે અપરાધ ક્યાં કીધો !!!
માનવ બની વિહર્યો જગ માં !!!
એવી અમને ઓળખાણ આપી દો....

રહેવા દો!દંગા ફસાદ શાના !!!
ભોમકા જણે સૌ ને એકમત નાં !!!
અનુભવ ની ભિન્નતા માં અનુભૂતિ એકસરખી !!!
એવી અમને શાન આપી દો.....

માત પિતા જગ નાં પ્રથમ એક રહ્યાં !!!
સમયાંતરે પડ્યા એમાં ફાન્ટા !!!!
ભેદ ક્યાં રહ્યાં! જનની કેરી!જાત નાત ભાત નાં !!!
એવી અમને જાણ આપી દો.....

આ તો રહ્યાં ફેરા સમય નાં માત્ર !!!
જનમ મરણ થકી જીવન જાત્રા નાં !!!!
"નજર" મરવું રહ્યું જીવન!અર્પણ અન્યને ધરી !!
એવી અમને ગુંજાશ આપી દો........

...."ભૂલતાં ભૂલું નહીં !!!!
એવી અમને યાદ આપી દો...........

............Nazir Munshi Najar.....

Gujarati Poem by Umakant : 111763177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now