માણસની ભીતર માણસાઈ શોધું છું.
કોઈ નવી, આ રીતથી સગાઈ શોધું છું.
અબળા પર અત્યાચાર અટકાવી શકે,
કોઈ યુવાનમાં એવી દીવેલાઈ શોધું છું.
ભગવાન મળે ન મળે વાત નસીબનીને,
કોઈ સહૃદયી એવાં બહેનભાઈ શોધું છું.
ઝાઝી કીડીઓ સાપનેય હરાવી શકતી,
સંપ સહકારની એવી સલુકાઈ શોધું છું.
આપી શકે ક્ષમા બક્ષિસ ગુનાઓ ભૂલી,
બદલો ભૂલી શકે એવી ભલાઈ શોધું છું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.