આપણી ભાષાનો અમર વારસો”
પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વરનું નામ,
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ,
કહ્યું કરો મા -- બાપનું , દો મોટાંને માન ,
ગુરુની શિક્ષા માનવી મળશે સારું જ્ઞાન ,
નિત્ય જવું નિશાળમાં , ભણવું ચોડી ચિત્ત,
હળીમળીને ચાલવું , રાખો રૂડી રીત .
પાટી પુસ્તક પેનને રાખો રૂડી પેર ,
નિશાળમાંથી નીકળી જવું પાંશરું ઘેર .