તમે છો તો મારે કાયમ દિવાળી છે.
તમે છો તો મારે દુનિયા હેતાળી છે.
પરમ સંતુષ્ટિ અનુભવતો નિહાળીને,
તમે છો તો મારે સેજ સુંવાળી છે.
સુખદુઃખનાં હમરાહી બની રહેનારાં,
તમે છો તો મારે કોયલ આંબાડાળી છે.
હૂંફ, સથવારો, હિંમત, પ્રેમ પ્રદાનથી,
તમે છો તો મારે ક્યાં રાત કાળી છે.
ૠણાનુબંધન ભવોભવ બની રહેજે,
તમે છો તો મારે વસંત ડાળીડાળી છે.
મળ્યું મને મબલખ તમારા સહવાસે,
તમે છો તો મારે કેડી ક્યાં કાંટાળી છે?
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.