હે ઈશ્વર ઓમકાર પ્રભુ , મને તારા પર અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ છે, દુનીયા ની આંટી ધુટી અને વિકારો માંથી દર વખતે તે મને સુરક્ષીત રાખેલ છે, મારા આત્માની શુધ્ધિ કરણ સાથે, બાહ્ય પરીબળો સામે પણ તે મને રક્ષણ આપ્યું છે, જાણું છું માણસ ગમે તેવા પ્રયત્નો કરે પણ નીયતી તેને જયા લખેલું હોય ત્યા ખેંચી જાય છે, આછે ભાગ્ય જેને કોઈ મીથ્યા કરી શક્યું નથી, તારો આભાર ભગવંત હું તારી દયા કૃપા નો ભાગીદાર બન્યો છું,
હે શાંતી ના દાતા, ઓમકાર પ્રભુ , તને કોઈએ શીવ નામ યથાર્થ આપ્યું હશે,
ભગવાન, કોણ ભગવાન?
જેણે આ શૃષ્ટી બનાવી છે, આટલી વિશાળ પૃથ્વી સુર્ય મંડળ આકાશ ગંગા, ગેલેક્સી, અને બ્રહ્માંડ બનાવ્યા, એ ખુદ કેટલો વિશાળ હશે? તમારી નજર તો માડ એક કિલોમીટર ના અંતર નું પણ બરાબર જોઈ શક્તી નથી, તો આટલા મોટા બ્રહ્માંડનૈ બનાવનાર ઈશ્વરને એની વિશાળતાને કેવી રીતે જોઈ શકો? એને જોવા તમારી દ્રષ્ટિ ખુબજ ઓછી પડે,
વળી જેતે રીતે આકાર આપ્યા એ ઈશ્વરનું રૂપ નથી, અરે તમને આકાર આપનાર ને તમે આકાર આપશો? માત્ર તમારી કલ્પના છે જેને તમે આકાર આપી ઈશ્વર માન્યા, તેતો નિરાકારી નીરગુણ અજન્મો છે, એ કોઈ પુરુષ કે સ્ત્રી જાતીનો પણ નથી, જાતી પણ તેણે બનાવી તમારી, બસ તે એક મહાન ઉર્જા છે, પ્રકાસ છે, પલ્સ માયનસ નો સમનવય છે,
એ ઉર્જા ઈશ્વર છે, એક બિંદુ રૂપમાં સમનવય થઈ ને પરમ પ્રકાસ બનેલ છે, અને પ્રકાશ થી બધું ઉત્પન્ન કરેલ છે,
આ નિરાકાર રુપ પણ તેનો એક માત્ર ભાગ છે, હકીકત માં એ ઉર્જા કેટલી વિશાળ છે તેની કલ્પના આપણી સોચની બહાર છે,