ઘટમાં ગિરધારી ને
મનમાંમોરારી છે .
હૃદયમાં રણછોડ ને
શમણામાં શ્યામ છે.
સપનામાં સાવરિયો ને
દલડામાં દ્વારિકાધીશ છે .
વ્હાલમાં વિઠ્ઠલ ને
કરમાં કુંજ બિહારી છે.
કેશમાં કેશવ ને
ગજરામાં ગોવિંદ છે.
મુખમાં માધવ ને
હેતમાં હરિ છે .
..... *ઝંખના* .....
-Daxa Parmar