ખુદના ગજથી ખુદાને માપવાનો પ્રયત્ન ન કરો.
ખંડ થઈને અખંડને સમજવાનો પ્રયત્ન ન કરો.
છે એ તાત જગતનો કરુણાનો સાગર આખરે,
તમારી વિદ્વતા એને છાંટવાનો પ્રયત્ન ન કરો.
એ છે સર્વત્ર વ્યાપેલો જૂજવાં સ્વરુપો ધરીને,
માત્ર અમુક સ્થળે નિરખવાનો પ્રયત્ન ન કરો.
જનેજનમાં જનાર્દન છે રહેલો એ હકીકત છે,
દરિદ્રનારાયણથી નજર ચૂકવાનો પ્રયત્ન ન કરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.