"નશામાં"
નઝરની કેફિયત કેવી આપું નશામાં,
એ અંદાઝ બયાં કરે ને જામ આપું નશામાં,
ના આદત થી એ બદલે,ના આદત થી હું,
એ ફિરોતી માંગે ને હું મારી જાન આપું નશામાં.
આ નશાની આદતમાં ક્યાં સુધી ડુબતા રહેવું,
એ નઝરો ના તીર છોડે ને, હું મારી શામ આપું નશામાં.
કેવી જિંદગી ને કેવી સોગાત આ નશામાં,
ડુબે છે દિલ ને,રડે દુનિયા નશામાં,
એક રાતમાં જિંદગી માંગે નશામાં,
ને એક રાતમાં સાથ આપે નશામાં.
એ ઈશારા ના સમજે નશામાં,
એ નઝરની કેફિયત ના સમજે નશામાં,
એ ડુબતા અંધારામાં શોધે,
તારલાઓનો સાથ"સ્વયમભુ"નશામાં..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ