Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરીપૂરાણી અંધશ્રદ્ધા તજીએ નવલાં વરસથી.
પ્રત્યેક સાથે પ્રેમસભર વર્તીએ નવલાં વરસથી.

નવું વરસને નવા સંકલ્પો આચરણે ઊતારીએ,
કર્મપથના સદા પથિક થઈએ નવલાં વરસથી.

મળેલાંને મબલખ માની આત્મસંતોષ કેળવીએ,
પ્રયત્નમાં ના કદી કસર છોડીએ નવલાં વરસથી.

જનેજનમાં જનાર્દન જાણી મદદ કરતાં શીખીએ,
સારું એટલું મારું સર્વદા કહીએ નવલાં વરસથી.

અધૂરાં તોય મધુરાં માનીએ સ્વજનો જે આપણાં,
દોષદર્શન હવેથી બસ બંધ કરીએ નવલાં વરસથી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111761794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now