નૂતનવર્ષાભિનંદન
વીતી ગઈ આસોની અમાસની અધયારી રાત.
આવી વિક્રમ સવંત ૨૦૭૮ના એકમની પ્રભાત.
જલ્દી જાગીને વધવો આવ્યાં નૂતન વર્ષના તહેવાર.
કહેજો નવા વર્ષનાં રામ રામ ને શુદ્ધ રાખજો વિચાર.
કોઈને વડી જય શ્રીકૃષ્ણ કોઈને જય માતાજી.
નવા વર્ષમાં સુખ સમૃદ્ધિને શાંતી યશ આપે માતાજી.
મિત્રો સગા સ્નેહીજનો સાથે મીઠાઈ જેવાં રહેજો.
આવે આંગણે અતિથિ એને અંતરનો આવકારો દેજો.
કહે નર હોય કોઈ ભુલ એને તમે ક્ષમા આપી દેજો.
મળી પ્રેમે ગળે આજ એને ફરી મનાવી લેજો.
મળી ના શકાય તો નૂતનવર્ષ ફોનથી સિવકારી લેજો.
કહે નર એક દિન ફોન મુકીને પણ મળી લેજો.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા
તા.૦૫/૧૧/૨૧