Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌન કોઈ સમજી શક્યા નહિ એટલે બોલવું પડ્યું.
એટલી ધીરજ ધરી શક્યા નહિ એટલે બોલવું પડ્યું

ભાષા શરીરની કેટકેટલું કહી રહી હતી અવિરત એ
એને કોઈ કદી વાંચી શક્યા નહિ એટલે બોલવું પડ્યું

શબ્દોની સાઠમારીમાં અર્થઘટનો જુદાં જુદાં થનારા
ઘૂંટ અપમાનના ગળી શક્યા નહિ એટલે બોલવું પડ્યું

મતભેદે મનભેદનું સ્થાન લઈ લીધું વર્તને એકાએકને
પારસ્પરિક મનને કળી શક્યા નહિ એટલે બોલવું પડ્યું

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111761725
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now