મારા શબ્દોને તારો સૂર મળે હે હરિ !
મને પણ ધબકતું એ ઉર મળે હે હરિ !
સાવ થયો નિસ્તેજ જગપ્રપંચો થકી,
ચહેરે હરિવર તારું નૂર મળે હે હરિ !
પ્રાર્થુ છું હે પ્રભુ દીનતા મારી ધરીને,
કૃપાદ્રષ્ટિ તારી મને જરુર મળે હે હરિ!
છે સંબંધો અહીં તો સાવ સ્વાર્થના,
પરમાર્થી તારો પ્રેમ ભરપૂર મળે હે હરિ !
જગત એક છે નાટ્યશાળા માનું હું,
ભજવાની પ્રેરણા ગાંડીતૂર મળે હે હરિ!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.