અમાસે ઉજાસ લઈને આવી દીવાળી;
હૈયામાં ઉલ્લાસ લઈને આવી દીવાળી;
અવનવા પકવાન સંગ વાગોળીશું યાદો,
મધ મધતી મિઠાશ લઈને આવી દીવાળી;
ગૈ ગુજરી ભૂલી કરીએ એકબીજાને માફ
ઉમંગ અને આશ લઈને આવી દીવાળી;
સુખ દુઃખ, હસી ખુશીમાં વિતી ગયું વર્ષ,
નવાવર્ષની સોગાત લઈને આવી દીવાળી;
દીવડા પ્રગટાવીને રોશન કરીએ "વ્યોમ"
ઝગમગાતી રાત લઈને આવી દીવાળી;
... © વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ...આદિપુર