ઊજવી અમે દિવાળી દીપથી દીપ પ્રગટાવીને.
ઊજવી અમે દિવાળી ઘરઘર રંગોળી સજાવીને.
પર્વ પ્રકાશનું સઘળે પોત પ્રકાશતું આંગણામાં,
ઊજવી અમે દિવાળી રોશની દીવાલે લાવીને.
ફટાકડાની ધૂમ્રસેર પ્રકાશસંગ આભ ઉજાળે,
ઊજવી અમે દિવાળી ગગનનાદને ગજાવીને.
ભૂલી ગયા સૌ વેરઝેરને મતભેદોને વિસારીને,
ઊજવી અમે દિવાળી સ્નેહનો સેતુ બંધાવીને.
કરી હસ્તધૂનન ' સાલમુબારક ' શબ્દ ઉચ્ચારીને,
ઊજવી અમે દિવાળી પર્યાવરણ મલક બચાવીને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.