જોતજોતામાં ચાલી ગઈ જિંદગી.
બેખબર કેવા ખાલી ગઈ જિંદગી.
ભમતા રહ્યા અર્થની દોટમાં સતત,
શ્વાસોશ્વાસે વહાલી ગઈ જિંદગી.
સમસ્યાના વિષચક્રે અટવાયા કેવા!
સામાધાન કરતાં ઠાલી ગઈ જિંદગી.
ન કરી શકાયું કર્મ માનવે કરવું ઘટે,
ભોગવિલાસે કે ઝાલી ગઈ જિંદગી.
અફસોસને પસ્તાવે જે આખર રહ્યા,
રખે ખુદને એ ભોગવી ગઈ જિંદગી.
-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.