દિવાળી આવતા જ ઘરમાં એક અલગ રોનક હોય છે, મમ્મી અને બહેન મળી ને પહેલા જ ઘરની સફાઈ કામ ચાલુ કરી દે છે, એને બાળકો ને તો વેકેશન પડતા જ મોજ પડી જાય છે,અને બાળકો ને તો બીજું જોઈએ પણ શું ??
ઘરમાં હરખ બમણો થઈ જાય છે, કેમકે પપ્પા ને દિવાળી બોનસ મળવાનું હોય છે, અવનવા ફટાકડા, નવી-નવી મીઠાય, નવા-નવા કપડા, આપણે તો એમાં ને એમાં ઘેલા થઈ જાય નહીં !!!!!!રાત પડતાં આંગણા માં દિવાઓ પ્રગટાવાય, ભાઈ બહેન સાથે મળી ને રંગોળી તૈયાર કરે, મમ્મી-પપ્પા છોકરાઓ ને આનંદ માં જોઈને હરખાય, પણ શું દરેક માં-બાપ પોતાના બાળકો ને આવી જ ખુશીઓ આપી શકે છે ????
જવાબ છે ના,
જો તમને આ બધું મળતું હોય તો તમે આ દુનિયા માં લક્કી (ખાસ)છોકરાઓ છો, કેમકે જે દિવાઓ વેચે છે, રંગોળી નાં રંગ વેચે છે, એ એમના બાળક ની આવી ખુશી નથી આપી શકતા, એ પોતાના બે સમય ના ભોજન માટે પણ માંડ માંડ પહોંચી વડે, તો એમાં આવા ફટાકડા કેમ લે ??
આપણે કોઈ એક વસ્તુ પણ ઓછી મળે તો આપણા ચહેરા નો રંગ બદલાય જાય છે સાચું ને .....????
તો થોડું વીચારજો કે જેને આ કાંઈ નથી મળતું તો પણ તેનો ચહેરો કાયમ કેમ માટે હસતો હોય છે ??
મારો કહેવા નો તાત્પર્ય એક જ છે કે આપણા બાળક ને બધું મળે છે એ ઉજવણી કરી ને ખુશ થાય છે, અને જે બાળક ને કાંઈ નથી મળતું એ ઉજવણી જોઈને ખુશ થાય છે, તો સાચ્ચી ખુશી શેમાં છે ????
"હું ફટાકડા થી સખત વિરોધ માં છું" પૈસા નો ધૂમાડો થાય એ વાત મને આજ દિવસ સુધી સમજાતી નથી, હા, આપણો તહેવાર છે, કહેવાય છે કે જ્યારે શ્રીરામ ભગવાન વનવાસ ભોગવી ને અયોધ્યા પાછાં ફર્યા ત્યારે લોકો એ એમના સ્વાગત માટે આખા નગર માં દિવાઓ પ્રગટાવ્યા હતાં વર્ષો થી આપણે આ તહેવાર ને ધામધૂમ થી ઉજવીએ છીએ, મને ફટાકડા ગમતાં નથી પણ મારા બાળકો ને ખૂબ જ ગમે છે એટલે એમની ખુશીઓ માટે હું પણ ફટાકડા ઘેરે લાવું છું, પણ સાથે સાથે ગરીબ બાળકો ને કે જે ઝુંપડા માં રહે છે,જેમના પાસે સારા કપડાં નથી, એમને થોડા ફટાકડા આપી આવું છું, તમે વધું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એકવાર થોડા ફટાકડા અને મીઠાઈ લઈને અનાથાશ્રમ અને વૃદ્ધાઆશ્રમ ની મુલાકાત લેજો, એ બાળકો ની નિખાલસ ખુશીઓ સામે તમારી ખુશીઓ ફકકી લાગશે, વૃદ્ધાઆથમ માં જઇને એ વૃદ્ધ માં-બાપ ને તમારા હાથે મિઠાઇ ખવડાવજો તમારી આંખોં માંથી પણ આંસૂ ના શરી પડે તો મને કહેજો.
આપણી ખુશીઓ માંથી વધુ નહીં પણ થોડું આપીને એ લોકોને પણ સામેલ કરો કે જે લોકો એ ખુશી નથી ખરીદી શકતા, તમારી ખુશી અને તમારા તહેવાર ની મજા બમણી ન થઈ જાય તો મને કહેજો.
" ભગવાને આપણ ને આપ્યું છે તો ,
થોડું આપતાં પણ શીખો....."